Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

સલામ સૌને

અમે આજ તો ફરવા ચાલ્યાં....
..............................................સલામ સૌને !
કર ઝાલીને એક્મેકના ફરવા ચાલ્યાં....
...............................................સલામ સૌને !

કૈંક દિનોથી દોપગ-ચોપગને ન્યાળી ને
કૌતુક ન્યારું ધરતીખોળે સંચરવાનું
..........................રોમ રોમમાં છલકાતું 'તું !
નીલગગનમાં તરતાં ભાળી પંખીગણને
પવનપાવડી પર બેસીને અધ્ધર ઊંચે
...............................ચડવાનું મનમાં થાતું'તું !
આશિષ તાત તણી પામીને
......................................ફેરફુદરડી ફરવા ચાલ્યાં....
...........................................................સલામ સૌને !

ધમ્મકપીળી ધજા બનીને
................................................હરખભેર જાતરને પંથે
ધારી પીઠી અંગઅંગમાં
..............................................ધરણીધરને અહો અનંતે
..........................................અમે આજ ભૈ વરવા ચાલ્યા,
..............................................ધન્ય આયખું કરવા ચાલ્યા....
.........................................................................સલામ સૌને !
કાયા ક્લાંત વિદીર્ણ વિસર્જિત
................................................ધરતી થઈ ધરતી માં ભળશે
અને ફરીથી હર્યાભર્યાં કૈં
..............................................વૃક્ષ સ્વરૂપે કાલે ફળશે !
પાછાં શાખારૂઢ થઈને
...............................................મર્મરથી જગ ભરવા ચાલ્યાં....
.........................................................................સલામ સૌને !

......................................................................................
શ્રી શંભુપ્રસદ જોશી ની કાવ્ય રચના
.....................................................................................


અસ્વીકરણ